આટકોટ નજીકના પાંચવડામાં વાડીમાં સુતૅલા કિસન બાંભણીયા ને આવારા શ્વાને બચકા ભરતા લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો
જસદણ શહેર બાદ પંથકમાં રખડતા કૂતરાઓનો ત્રાસ તાલુકાના આટકોટ નજીકના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. કુતરા ના હુમલા થી લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આટકોટ પાસે આવેલા પાંચવડા ગામે રહેતો મોહન કિશનભાઈ બાંભણીયા નામનો ૨૬ વર્ષનો યુવાન લાભુભાઈ કંટારીયાની વાડીએ સુતો હતો ત્યારે શ્વાને હાથના ભાગે બચકા ભરી લીધા
હતાં. યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.