error: This Content is protected !!

અખબારી જગતના અગ્રેસર પત્રકાર દિપકભાઈ રવિયા આજે 44 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે શુભેચ્છાઓ નો ધોધ

જસદણ અને વીંછીયા પંથકમાં લાંબા સમયથી નીડર, નિષ્પક્ષ અને લોકાભિમુખ પત્રકારત્વ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર શ્રી દિપકભાઈ રવિયા આજે તા. 10 જુલાઈના રોજ 43 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 44 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

હાલમાં અગ્રણી દૈનિક અખબાર દિવ્ય ભાસ્કર સાથે મજબૂત રીતે જોડાયેલા દિપકભાઈ રવિયાએ ભૂતકાળમાં પણ વિવિધ પ્રતિષ્ઠિત અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલોમાં પોતાની ધારદાર કલમ અને પત્રકારત્વનો પરિચય આપ્યો છે. જનતાના પ્રશ્નોને હમેશાં વાચા આપતા દિપકભાઈ રવિયાના જન્મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો, રાજકીય-સામાજિક આગેવાનો અને શુભેચ્છકો તેમના મો. 9824413570 પર મોં મીઠું કરાવી ઉત્તરોત્તર પ્રગતિની કામના સહ શુભકામનાઓ પાઠવી રહ્યા છે