આટકોટ અંબાજી મંદિર પાસૅ કોટડાપીઠા થી બળધોઇ જતી નર્મદાની મુખ્ય પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણી વહી ગયું
તંત્રએ લાઈન છીછરી દાટી હોવાથી વારંવાર ભંગાણ થાયછૅ ખેતરોમાં પાણી ફરી વળૅછૅ ખૅડુતૉ નૅ નુકસાન થાય છૅ સર્વે કરી વળતર ચૂકવવા માંગ
જસદણ આટકોટમાં અંબાજી મંદિર પાસૅ થી પસાર થતી પાણીની લાઈન કોટડા પીઠાથી બળધોઈ તરફ જતી નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ પડ્યું છે. લાઈન તૂટવાના કારણે લાખો લીટર પાણી ખેતરોમાં વહી નીકળ્યા હતા, જેને લીધે મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે ખેતરની ફળદ્રુપ જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયુંછે. પાણી પુરવઠા વિભાગની અણઘડ કામગીરી સામે સ્થાનિક ખેડૂતીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ
પાણી પુરવઠા વિભાગના નિયમ મુજબ નર્મદાની આ પાઈપલાઈન જમીનમાં 2 મીટરની ઊંડાઈએ દાટવાની હોય છે. તેના બદલે કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા માત્ર 1.5 ફૂટ ઓછી ઊંડાઈએ જ પાઈપ લાઈન દાટી દેવાઈ છે, ઓછી ઊંડાઈએ હોવાથી ભંગાણની સમસ્યા રહે છે.
આ પહેલાં પણ લાઈન લીક થતાં પાક ધોવાઈ ગયો હતો. વારંવાર થતા આ આર્થિક નુકસાનની જવાબદારી કોની રહેશે તંત્ર તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર માંગ ઉઠી છે