જસદણ ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પાટીદાર ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તા.૧૧ જુલાઈ, ૨૦૨૬ (શનિવાર)ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સમય સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી રાખેલ છે સ્થળપાટીદાર શૈક્ષણિક ભવન આટકૉટ રૉડ જસદણ આ સેવાકીય કાર્યક્રમ ખોડલધામ ટ્રસ્ટકાગવડ અને સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે. રક્તદાતા ઑઍ રક્તદાન કરવા ઉંમટી પડવા જસદણ ખોડલધામ સમિતિ જસદણ યુવા સમિતિ તેમજ મહિલા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છેઆ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત રક્ત
ઉપલબ્ધ થાય અને વધુમાં વધુ લોકો રક્તદાનના મહાયજ્ઞમાં જોડાય તેવો છે. એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. તેથી સ્વસ્થ યુવાનો સહિત તમામ નાગરિકોને ઉત્સાહભેર રક્તદાન કરવા જસદણ ખોડલધામ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.