કળિયુગમાં નામ સ્મરણનો મહિમા અનૅરૉ સ્વામી પુજય સચ્ચિદાનંદજી પુજય પ્રેમાનંદજી મહારાજ કહૅ સતત નામ જાપ થકી મનુષ્ય જન્મ સફળ થાય
કળયુગ કુડો રંગે રૂડો કેતાના આવે પાર જપ તપ તીરથ કાંઈ ના કીધું એક નામ આધાર રાધેશ્યામ સીયારામ શિવ ભવાની અંબાજીમાં જપી ઉતયૉ ભવ પાર
સત્યયુગમાં વર્ષો સુધી તપસ્યા, ત્રેતાયુગમાં મોટા યજ્ઞો અને દ્વાપરમાં પૂજા-અર્ચના દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકાતા. જ્યારે કળિયુગમાં કોઈ કઠિન સાધનાની જરૂર નથી; માત્ર શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું નામ લેવાથી પ્રભુની કૃપા મેળવી શકાય છે માટે જ સ્વામી સચ્ચિદાનંદ જી મહારાજ તથા પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ નામ સ્મરણ વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યું છે કળિયુગ કુડો રંગે રૂડો કહેતા ના આવે પાર જપ તપ તીરથ કાંઈ ન કીધું એક નામ આધાર
કળિયુગમાં ઈશ્વર પ્રાપ્તિ અને મોક્ષ માટે નામ સ્મરણ ભગવાનના નામનો જા૫ એ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. ભાગવત પુરાણમાં પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં ભલે બધા ગુણોનો અભાવ હોય, પરંતુ તેમાં એક મોટો ગુણ એ છે કે માત્ર ભગવાનના નામનું સંકીર્તન કરવાથી મનુષ્ય સંસાર સાગર તરી જાય છે મોક્ષ પામે છે અને તેમાંય જે ગુરૂએ દિક્ષિત કરીને કોઈપણ દેવી-દેવતાનો મંત્ર આપેલ હોય તો એ અનેરું ફળ આપે છે અને શિષ્યને પરમ કક્ષાએ લઈ જાય છે.
તુલસીદાસે રામાયણમાં નામસ્મરણ વિશે લખ્યું છે કે, 'કળિયુગ કેવલ નામ આધારા; સુમિર સુમિર ઊતરહી ભવપારા.' ગુજરાતમાં થઈ ગયેલા સંત યોગેશ્વરે જપ વિશે લખ્યું છે કે, નામસ્મરણનું સાધન સરળ, સીધું, સારવાહી, અત્યંત અસરકારક, આશીર્વાદરૂપ અને અમોઘ છે, સર્વે સાધનોના સારરૂપ છે. કોઈ એક જ મંત્ર શ્રીરામ શ્રીકૃષ્ણ માં અંબાજી શિવ ભવાની તમે જે નામ સમરણ કરતા હોય તે ને સતત જપવાની ક્રિયાને નામસ્મરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એક પ્રચલિત રીત મુજબ સવારે કે સંધ્યા સમયે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પોતાના ઇષ્ટ દેવની મંર્તિ કે છબીની સામે અથવા એવુ કશું રાખ્યા વગર બેસી, આસન પાથરીને ગણતરી કરવા માટે માળા લઈને કે માળા વગર પણ જપ કરવામાં આવે છે. મંત્રનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. અનુષ્ઠાન એ એક એવી રીત છે જેમાં અમુક ચોક્કસ મંત્રના અમુક ચોક્કસ સંખ્યામાં જપ કે પુરશ્ચરણ કરવામાં આવે છે. આ રીતે અમુક હજાર, લાખ કે કરોડની સંખ્યામાં જપ કરાય છે. નિશ્ચિત સંખ્યા પૂર્ણ થાય એટલે અનુષ્ઠાન પૂર્ણ થયું એમ માનવામાં આવે છે. સતત જપ કરીને અજપાજપ ૨૪ કલાક-ઊંઘમાં પણ ની સ્થિતિ સુધી પણ પહોચી શકાય