જસદણ વિછીયા પંથકમાં વિવિધ પડતર પ્રશ્નો ઉકૅલી ખૅડુતૉ તથા લૉકરૉષ ખાળવા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાની ટકૉર
પંથકનમા સૌની યોજના થી ચૅકડેમ ભરવા શહેરના જંત્રીદર ઘટાડવા રેલવે લાઈન શરૂ કરવી સીટી સર્વે માં નિમણૂક પીવાનું પાણી જૅવા પ્રશ્નો ઉકેલથી લોક રૉષ ઓછો થશે
જસદણ તાલુકાના પ્રશ્નો માટે ઉકેલ લાવવામાં સક્રીયતા દાખવવામાં આવે છે. પરંતુ ઘણા અગત્યના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવવામાં આવ્યુ હોય તેવુ જોવા મળતુ નથી જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા એ જણાવ્યું છે કે
આટકોટ શિવરાજપુર ગોખલાણા કોઠી લાખાવાડ ચિતલીયા કનેસરા શાંતિનગર વીરનગર પીપળીયા સાણથલી મેઘપર ડોડીયાળા પાંચવડા જીવાપર રાણપરડા વેરાવળ ઝુંડાળા દોલતપર શાંતિનગર જેવા ગામો સૌની યોજના અને પીવાના પાણીથી આજે પણ વંચિત છે જેથી સૌની યોજનામાં સમાવેશ કરી તાત્કાલિક કામ કરાવવું જોઈએ જેથી લોકોનો રોષ ઓછો થાય વિસ્તારમાં અમુક ગામડાઓને સૌની યોજન નો લાભ મળયો જ નથી ભીખાભાઈ બાંભણીયા એ વધુમાં જણાવ્યું છે કે
જસદણ શહેરની જંત્રી અગાઉના સમયમાં રાજકોટ જીલ્લાના રાજકોટ સિવાય મોટા ભાગની નગર પાલીકાઓ કરતા વધારે હતી તેમાં પણ વધારો થતા જસદણ શહેરની જનતાને આ અન્યાય છે જેથી તે અંગે રજુઆત કરી ફેરફાર કરી ઘટાડો કરવાની જરૂરીયાત છે.
કુંવરજીભાઈ બાવળીયા સંસદ સભ્ય હતા ત્યારે જસદણ થી બોટાદ રેલ્વે લાઈન શરૂ કરવવા માટે ઘણા પ્રયાસ થયેલા પરંતુ આ વાત ભુલાય ગઈ હોય તેવુ લાગે છે તો આ માટે મંત્રી અને સંસદ સભ્ય આ બાબતે રજુઆત કરી રેલ્વે લાઈન મંજુર કરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે શહેરમાં વિશ્રામ ગૃહ થી ગામમાં પ્રવેશ કરતા જુના બસ સ્ટેન્ડ દલીત સમાજ પાસેનો વળાંક તથા આટકોટ રોડ ઉપર નાની નાની પાળી કરી સ્પીડ બેકર બનાવેલ છે જેથી ઘણી વખત અકસ્માત થવાનો ભય રહેશે જેથી ત્યાં જગ્યાએ સફેદ પટા મારવાની જરૂર છે જસદણ તથા વિછીંયા તાલુકાના ગામડા ઓમાં આશરે ૮ થી ૧૦ કે તેથી વધારે દિવસે પીવાનુ પાણી નર્મદા યોજના મારફત મળે છે તેના માટે દરોજ પીવાનુ પાણી મળી રહે તે માટે પાઈપ લાઈનમાં ફેરફાર કરવાની જરૂરત હોય તો તે અંગે તપાસ કરી ધટતુ કરવાની જરૂર છે.
તૅમજ સીટી સર્વે કચેરીમાં કોઈપણ અધિકારી કાયમી નહી હોવાથી સીટી સર્વેના કામો અંદાજીત ૩ વર્ષ થી વધારે સમયથી થતા નથી. આ અંગે સીટી સર્વે કચેરીમાં કાયમી અધિકારીની વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી છે. તૅમ અંતમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા ઍ જણાવ્યું છે