નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
પુરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે તત્કાલ સેવા સહાયતા મદદની જરૂર હોય તેના માટે મોબાઈલ નંબર પણ જારી કરાયા
નેપાળ-ચીન સરહદ નજીક આવેલા તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના કારણે રસુવા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈ પણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ અથવા ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર તાત્કાલિક સંપર્ક કરવો. આ ઉપરાંત, નેપાળમાં પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સહાય અને માહિતી મળી રહે તે માટે નેપાળના ઇમરજન્સી સંપર્ક નંબરો +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અને +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ પર પણ સંપર્ક કરી શકાય છે. આ નંબરો પર વોટ્સએપ મારફતે પણ જાણ કરી શકાશે, તેમ જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની યાદીમાં જણાવાયું છે