અમારે ઈંધણા સદાબહાર બળતણની કૉઇ બળતરા નથી પીએનજી કે એલપીજીના ભાવવધારા સાથે અમારે શું લેવાદેવા
વન વગડા વાડી વિસ્તારમાં રહેતા લોકો આજે પણ ચૂલા ઉપર બનાવીને રસોઈ ખાય છે તેનો સ્વાદ પણ અનેરો હોય છે
વાડી સીમ વિસ્તારમાં રહેતા ખેત મજુરો વન વગડામાં વસતા લૉકૉ સહિતનાઓ લાકડા ઈંધણા જેવા બળતણ વડે ચુલૅ રસોઈ બનાવતા હોય ત્યારે મધ્યપૂર્વના દેશો ભલે લડ્યા કરે, હોર્મુઝ ખાડી ખુલ્લી હોય કે બંધ, એલપીજી કે સીએનજી કે પછી પીએનજી, પેટ્રોલ અને ડિઝલના ભાવ ગમે ત્યાં પહોંચે, અમારે શી લેવાદેવા...જેઓ કુદરતી બળતણના સહારે જીવે છે તેમને તો વનવગડો જ સદાબહાર. ગામડામાં હજુ પણ ચુલાની રસોઈ જોવા, ખાવા મળેછૅ તેની મીઠાશ અનેરી જ હોવાની, જે બધા શહેરીજનોના નસીબમાં પણ નથી હોતી. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને બળતણ કાપી લાવીને રસોઈ બનાવવાની ચિંતા આ માતા, બાળકને બીજી ચિંતાથી દુર રાખે છે પરંતુ એક બાબત એ પણ અહીં નોંધવી રહી કે આ બળતણ માટે પણ વૃક્ષો તો જોઈશે ને પર્યાવરણની જાળવણીની જવાબદારી તો સહુની છે, એ જ નહીં સચવાય તો આ બળતણ પણ અલભ્ય બની જશે તેમાં બે મત નથી!