error: This Content is protected !!

ઓછું અનાજ મળવું કાળાબજારી હવૅ ખતમ થશે રેશન કાર્ડ ધારકોને સીલબંધ પેકિંગમાં ઘઉં-ચોખા હવે એટીએમ મશીનથી મળશે

35 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરણ થશે રાજ્યમાં ગ્રેઈન એટીએમથી અનાજ વિતરણ વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર 

 

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) માં પારદર્શિતા લાવવા અને નાગરિકોને અનાજ તો મેળવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવે ના ’ગ્રેઈન એટીએમ' (અનાજ આપતા ગ મશીન) સ્થાપિત કરવામાં આવશે, જેનાથી રેશન કાર્ડ ધારકોને હવે સીલબંધ પેકિંગમાં ઘઉં અને ચોખા સરળતાથી મળી શકશે.અગાઉ ભાવનગર ખાતે શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટની સફળતા બાદ, રાજ્ય સરકારે આ સુવિધાને સમગ્ર ગુજરાતમાં વિસ્તારવા માટે મંજૂરી આપી દીધી છૅ હવે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં આ ) આધુનિક મશીનો કાર્યરત થશે. આ પ્રોજેક્ટ પાછળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૦ કરોડ રૂપિયાનો પ્રારંભિક ખર્ચ ફાળવવામાં આવ્યો છે. એક મશીનની કિંમત ૪૦ લાખ. અને તેને સ્થાપિત કરવાનો ખર્ચ ૭.૫૦ લાખ એમ કુલ ૪૭.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ પ્રતિ યુનિટ કરવામાં આવશે. આ ગ્રેઈન એટીએમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અનાજની ચોરી અને કાળાબજાર જેવી સમસ્યાઓ પર અંકુશ મેળવવાનો છે. ઘણીવાર રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ મળવાની કે દુકાનદારો દ્વારા અનાજ બારોબાર વેચી નાખવાની ફરિયાદો મળતી હોય છે. હવે આ ટેકનોલોજીના ઉપયોગથી રેશન કાર્ડ ધારકો તેમના ડિજિટલ કુપન દ્વારા કયુઆર કોડ સ્કેન કરીને સીધું જ અનાજ મેળવી શકશે.આ સુવિધાની ખાસિયત એ છે કે ગ્રેઈન એટીએમ ૨૪ કલાક કાર્યરત રહેશે જેથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના લાભાર્થીઓ કે શ્રમિકો તેમની અનુકૂળતાએ ગમે ત્યારે અનાજ મેળવી શકશે. મશીન દ્વારા ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજનું વિતરણ થઈ શકે છે, જે રેશનિંગની દુકાનો પર લાગતી લાંબી લાઈનો અને લોકોના કિંમતી સમયની બચત કરશે.આ ઉપરાંત, અનાજ એક કિલોના સીલબંધ પેકિંગમાં મળશે, જેથી તેનો સંગ્રહ કરવો પણ સરળ બનશે. અનાજની ગુણવત્તા અને તોલમાપમાં ચોકસાઈ રાખવા માટે તોલમાપ નિયંત્રક કચેરી દ્વારા સતત વેરીફિકેશન કરવામાં આવશે. ટેકનિકલ અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યમાં રાજ્યમાં અનાજ વિતરણની સંપૂર્ણ કાયાપલટ કરી દેશે. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યો છે