દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનમાં સમાજે કુંવરજીભાઈ બાવળીયાને ૨૫૦ ફૂટની પાઘડી પહેરાવી સન્માન કર્યું
કુંવરજીભાઈના નેતૃત્વએ રાષ્ટ્રના કોળી સમાજને નવી દિશા આપી છે રાષ્ટ્રભરનો કોળી સમાજ ગૌરવ અનુભવે છે વિનોદ વાલાણી
અખિલ ભારતીય કોળીકોરી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન નવી દિલ્હી ખાતે દિવ્ય અને ભવ્ય રહ્યું હતું અખિલ ભારતીય કોળી કોરી સમાજ નવી દિલ્હી દ્વારા આયોજિત 12મા રાષ્ટ્રીય અધિવેશન ગૌરવપૂર્ણ દિવ્યતા અને ભવ્યતા અને ઐતિહાસિક અધિવેશન કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી ખાતે યોજાયું હતું જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સમાજના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અધિવેશન સમાજના ઉત્થાન, સંગઠનની મજબૂતી, શિક્ષણ, યુવા સશક્તિકરણ અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયું. ઉપસ્થિત મહાનુભાવોના વિચારો અને માર્ગદર્શનથી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી ઊર્જા અને સકારાત્મક સંદેશ પ્રાપ્ત થયો.એકતાબદ્ધ સમાજ જ પ્રગતિનો સાચો આધાર છે. સામાજિક એકતા, શિક્ષણ અને સંગઠનાત્મક શક્તિના માધ્યમથી આપણે એક સશક્ત, સમરસ અને વિકસિત સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ તેમ અંતમાં વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જણાવ્યું હતું