error: This Content is protected !!

જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ઍ આડી ભાદરમાં તરફડતા માછલા નૅ બચાવ્યા જળ જીવૉનું સ્થળાંતર કરી ડેમમાં પાણી ઠાલવ્યું

જસદણ શહેરના ગોખરાણા રોડ પર રામેશ્વર મંદિર પાસે આવેલ આડી ભાદર માં પાણી સુકાઈ જતા જળચર પ્રાણીઓ માછલા તરફડતા હતા તેની જાણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી નૅ તથા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પોતે જઈને ફાયર ટીમ ને બોલાવી માછલી યોને બીજી જગ્યાએ પાણી માં સ્થળાંતર કર્યુ અને ડેમમાં નવું પાણી ઠાલવવામાં આવ્યું હતું જ્યાં પાણી સુકાયું હતું તેની બાજુમાં એક મોટો ખાડો હતો જ્યાં પાણી ચોખ્ખું અને સારું હતું ત્યાં માછલાઓને સ્થળાંતર કરી અને આ ખાડા ની અંદર ટેન્કર દ્વારા પાણી ઠાલવવામાં આવ્યું હતું આ જીવદયા કામગીરી પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઍ પોતે જાતે સ્થળ ઉપર રહી અને કરી હતી