જસદણ માં વસ્તી ગણતરીદારો ની સારી કામગીરી અંગે જૉઈન્ટ ડિરેક્ટર દ્વારા પ્રશંસા પત્ર અપાયા
જસદણ મુકામે ડાયરેક્ટર ઓફ વસ્તી ગણતરી ગાંધીનગર. જોઈન્ટ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન એચ ઠાકરે તેમજ નોડલ ઓફિસર શ્રી સમીર રાવલ અને ચાર્જ ઓફિસર શ્રી મેહુલ
જોધપુરા તથા ચાર્જ આસિસ્ટન્ટ શ્રી હર્ષદ ઉપાધ્યાય દ્વારા જસદણ નગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીના કામમાં રોકાયેલ ગણતરીદારો દ્વારા પૂર્ણ થયેલ કામગીરી ની પ્રશંસા કરી કુલ 90 પૈકી કુલ 8 ગણતરી દારો વહેલી કામગીરી પૂર્ણ કરતા તેને પ્રશંસા પત્રો જોઈન્ટ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન એચ ઠાકરે દ્વારા એનાયત કરવામાં આવ્યા ચીફ ઓફિસર નોડલ ઓફિસર ચાર્જ આસિસ્ટન્ટની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો