જસદણના દાનવીર ડો પંકજ કોટડીયાએ રામેશ્વર મંદિર ગોપી સ્નાન ઘાટ ઓક્સિજન પાર્ક ની મુલાકાત લઈ ઉરમાં શાંતિ આણી ધન્ય થયા હતા
જસદણ શહેરના ખ્યાતનામ કોટડીયા હોસ્પિટલ તથા કોટડીયા ડોક્ટર હાઉસના ઓનર સેવાભાવી ડૉ પંકજ એલ કોટડીયા એ જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર તથા અહીં આવેલ ગોપી તળાવ ગોપી સ્નાનધાટ તેમજ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી આ મુલાકાત સમયે પરમ શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો આ સમયે રામેશ્વર મંદિરના સેવક ભરતભાઈ છાયાણી જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પૂર્વ નગર સેવક નરેશભાઈ ચોહલીયા શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કરણભાઈ બાવળીયા કમલેશભાઈ પાનસુરીયા પાટીદાર યુવા અગ્રણી મેહુલભાઈ પારખીયા જેરામભાઈ નસીત ધીરુભાઈ છાયાણી સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડો પંકજ કોટડીયા પોતાની સતત વ્યસ્તતા હોય છતાં પણ એક સેવા ભાવ નાતે અહીં ફુલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવાના ભાવ સાથૅ પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ મંદિરના સેવક ભરતભાઈ છાયાણીએ આભાર પ્રગટ કર્યો હતો