error: This Content is protected !!

કોટડા સાંગાણીના ખરેડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયૉ

બાળકોના શિક્ષણના અધિકાર અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતી સરકાર શિક્ષણની સાથે સંસ્કાર, ચારિત્ર્ય અને નૈતિકતાનું ઘડતર જરૂરી 

 

 કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને 'પ્રગતિનો પ્રવેશોત્સવ' ઉત્સાહભેર સંપન્ન થયો હતો. જેમાં અક્ષરજ્ઞાનના પ્રથમ પગથિયે ૧૭ જેટલા ભૂલકાઓને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને સંબોધતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકને શિક્ષણ આપવાનો છે. શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ બાળક અધવચ્ચેથી ભણવાનું છોડી ન દે તે માટે સરકાર સતત કાર્યરત છે. 

તેમણે કહ્યું હતું કે, બાળકના જન્મથી લઈને આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ ચિંતા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે મળીને કરી રહ્યા છે.

મંત્રી કુંવરજીભાઈ એ ઉપસ્થિત શિક્ષકોને સૂચન કર્યું હતું કે, શાળાઓમાં બાળકો નિયમિત હાજરી આપે તે જોવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર, ચારિત્ર્ય અને નૈતિકતાનું ઘડતર થાય તે ખૂબ મહત્વપૂર્ણ છે. શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો સાથે મળીને ચિંતા કરશે, તો જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનશૅ

આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ગીતાબેન ચાવડા, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર શ્રી વિરેન્દ્રસિંહ બસિયા, કોટડાસાંગાણી સબ રજિસ્ટ્રાર શ્રી કરશનભાઈ કરમટા, નાયબ મામલતદાર શ્રી સંજયભાઈ રૈયાણી, બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી વીરભદ્રસિંહ જાડેજા સહિતના અધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, શિક્ષકો, આચાર્યશ્રી અને ગ્રામજનો જોડાયા હતા.