error: This Content is protected !!

જસદણ આલ્ફા નવૉદયની બૅદરકારી સારવાર તૉ ન,જ,કરાવી પરિવાર નૅ જાણ પણ ન કરી અંતૅ દીકરીઍ જીવ ગુમાવ્યો ઍસપી વિજય સિંહ ગુર્જર

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આલ્ફા સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં બાળકીને ગઈ તા. 16 ના જ ચિકનપોક્સ (અછબડા)ની બીમારીમાં સપડાઈ હતી. જે અંગે ત્યાંના સ્થાનિક તબીબે તેમને હોસ્પિટલાઈઝ કરવા માટે લેખિતમાં આપ્યું હતું.

જે સંચાલકોએ નજરઅંદાજ કરી બાળકીને સારવાર માટે લઈ ગયા ન હતા. ત્યારે ગઈ તા. 24 ના બાળકીની હાલત ગંભીર બનતા તુરંત જ તેને જસદણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ત્યાંના તબીબે તેમને રાજકોટ ખસેડવાની સલાહ આપી હતી. જોકે રાજકોટ પહોંચે તે પહેલા જ બાળકીએ દમ તોડી દીધો હતો.

સારવાર તો ન જ કરાવી, પરીવારને પણ જાણ ન કરી : અંતે દીકરીએ જીવ ગુમાવ્યો જસદણમાં બાળકીના મોત મામલે એસપી વિજયસિંહ ગુર્જરે આલ્ફા કોચિંગ કલાસમાં નવોદય અને સૈનિક સ્કૂલ માટેના કલાસ સાંખળવા બંધુ 20 વર્ષથી ચલાવે છે.

જેમાં લગભગ 700 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જે બાળકીના મોતનો બનાવ છે તેમ કોચિંગ ક્લાસના સંચાલક સાંખળવા બંધુએ દીકરીની સારવાર તો કરાવી પણ પરીવારને પણ જાણ ન કરી હતી અને અંતે દીકરીએ જીવ ગુમાવ્યો હતો