જસદણની સરદારની હાર્ડવેર દુકાનમાં ભીષણ આગ લાગી ફાયર ટીમે તુરંત દોડી જઈ આગ બુજાવી
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી દુકાનમાં રહેલ માલ ને નુકસાન
જસદાણના આટકોટ રોડ પ્રમુખ થાળ સામે ગુરુકૃપા રેસ્ટોરન્ટ નીચે આવેલી સરદાર હાર્ડવેર દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આગની ઘટનાની જાણ થતા જ બાજુના દુકાનદારોએ તુરંત જસદણ ફાયર ટીમને જાણ કરી હતી અને દુકાન માલિકને બોલાવ્યા હતા જેથી તુરંત કાર્યવાહી થતાં મોટુ નુકસાન થયૅલ નથી કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ દુકાનમાં રહેલા માલ બળી જવાથી નુકસાન થયું છે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી નુકસાની ટળી હોવાનું સામે આવ્યું છે.
સદનસીબે જાનહાનિ ટળી હતી