જસદણના ખારચીયા ગામૅ ઘટા ટૉપ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ આસપાસ કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી
મહાકાળીમા ના મંદિર પાસે ની ઘટના સીસીટીવી માં લાઇવ કેદ વૃક્ષ વહેલુ કે મૉડુ ઘરાશાયી થયું હૉત અથવા દર્શનાર્થીઓની ભીડ હોત તો દુર્ઘટના સર્જાય હોત
જસદણ તાલુકના ના ખારચીયા ગામમાં આવેલા પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર પાસે અચાનક જ એક વિશાળ ઘૅઘુર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વૃક્ષ સીધું જ ત્યાં નજીક પાર્ક કરેલી એક કાર પર ખાબક્યું હતું. જોકે, સદનસીબે ઘટના સમયે કારમાં કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ ઘટના નજીકમાં જ લાગેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં સતત પવન અને હવામાનમાં આવેલા બદલાવના કારણે આ ઘટા ટોપ લીમડાનું વૃક્ષ અંદરથી નબળું પડી ગયું હતું, જો આ ઘટના થોડી ક્ષણો વહેલી કે મોડી થઈ હોત અથવા તો મંદિરે દર્શનાર્થીઓની ભીડ હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.