error: This Content is protected !!

ટેકનોલોજીના યુગમાં માણસ એકલતા તરફ ધકેલાતો જાય છે ત્યારે એક મોબાઈલ અને આખું ઘર, અહીં ડિજિટલ દુનિયામાં પણ એકતા

સુખ એ સાધનોમાં નહીં પણ સાથે મળીને માણવામાં છે આ તસવીરમાં શ્રમિક પરિવાર ડિજિટલ એકતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડે છે

 

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ઘરના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે અત્યારે ‘વ્યક્તિ દીઠ મોબાઈલ નો ક્રેઝ છે. એક જ ઘરમાં ચાર સભ્યો હોય તો ચારેય પાસે અલગ-અલગ ફોન હોય અને ચારેય પોતપોતાની દુનિયામાં મસ્ત હોય છે. સોશિયલ મીડિયાની રીલ્સ અને વીડિયોના વળગણે માણસને પરિવાર વચ્ચે હોવા છતાં એકલો પાડી દીધો છે. પરંતુ, આ ભૌતિકવાદી દુનિયાની વચ્ચે એક એવું ચિત્ર સામે આવ્યું છે જે આપણને જૂના જમાનાના 'દૂરદર્શન'ના દિવસોની યાદ અપાવે છે. ગામડાના સીમ વિસ્તારમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારનો આ ફોટો ઘણું બધું કહી જાય છે. અહીં દરેક પાસે વ્યક્તિગત મોબાઈલ નથી, પણ પરિવારના મુખ્ય માણસ પાસે રહેલો એક માત્ર મોબાઈલ આખા ઘર માટે મનોરંજનનું કેન્દ્ર બની જાય છે. જ્યારે કામમાંથી થોડો નવરોશનો સમય મળે ત્યારે ખાટલા પર આખું પરિવાર - બાળકોથી લઈ સ્ત્રીઓ -એવી રીતે ગોઠવાઈ જાય છે જાણે જૂના સમયમાં આખું ગામ કોઈ એક ઘરે રામાયણ મહાભારત જોવા એકઠું થયું હોય!

સુખ એ સાધનોમાં નહીં, પણ સાથે મળીને માણવામાં છે

આજના સમયમાં જ્યારે ટેકનોલોજી માણસને એકલતા તરફ ધકેલી રહી છે, ત્યારે આ શ્રમિક પરિવારની તસવીર ડિજિટલ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મોબાઈલ માત્ર સાધન નથી, પણ આખા પરિવારને એકસાથે બેસાડતું માધ્યમ છે. આ દ્રશ્ય જોઈને ચોક્કસપણે એવું લાગે કે સુખ એ સાધનોમાં નહીં, પણ સાથે મળીને માણવામાં છે