error: This Content is protected !!

જસદણના ડોક્ટર સી.એલ.બાવીશી સામે થયેલ ફ્રોડ કેસમાં જસદણ ન્યાયાલય દ્વારા નિર્દોષ છોડી મૂકવા હુકમ

ચાર કરોડની લોન ભરપાઈ ન કરવા રૂ મશીનરી બેંકની સહમતી વગર વેચી નાખેલ તૅ અંગે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા થયેલ કેસનૉ ચુકાદો 

 

આ કેસની ખરી હકીકત જોવામાં આવે તો જસદણ શહેરમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના મેનેજરશ્રી દ્વારા જસદણ શહેરના ડોક્ટર સી. એલ.બાવીશી સાહેબ તથા લીલાપુરના રહીશ રવજીભાઈ ભીખાભાઈ ઠુંમર સામે એક કરોડ પચાસ લાખની લોન તથા બે કરોડ પચાસ લાખની સી.સી. આમ કુલ મળી ચાર કરોડની લોન લીધેલ અને લોન ભરપાઈ ન કરતા તેમજ કપાસનું રૂ તેમજ કાચા પાકા માલનો સ્ટોક તથા મશીનરી બેંકની સહમતી વગર બારોબાર વેચી નાખી અને બેંકે આપેલ લોનની રકમ ન ભરતા બેંક સાથે ઠગાઈ થતાં વિશ્વાસઘાત કરેલ હોય તેવી ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની જસદણ શાખા દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ.આમ આગળની કાર્યવાહી સાથે જસદણ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં આરોપી તરફે જસદણના જાણીતા એડવોકેટ યાકુભાઈ એલ. દલાલ તથા બી.પી. ધાધલ રોકાયેલા હતા અને બચાવ પક્ષના વકીલ સાહેબશ્રી દ્વારા અંદાજિત પંદર જણાની જુબાની લેવામાં આવેલ અને ચાલુ કેસે રવજીભાઈ ભીખાભાઈ ઠુંમરનું અવસાન થયેલ. આમ ફરિયાદી પક્ષે તેમજ બચાવ પક્ષે નામદાર કોર્ટમાં વિવિધ આધાર પુરાવાવાઓ રજૂ રાખેલ તેમજ બચાવ પક્ષે અર્શદભાઈ વાય.દલાલ દ્વારા નામદાર કોર્ટમાં ધારદાર દલીલો કરેલ અને વિવિધ જજમેન્ટો રજૂ રાખેલ. આમ નામદાર કોર્ટ દ્વારા રજૂ રાખેલા વિશેષ આધાર પુરાવાવાઓ તેમજ વિવિધ જજમેન્ટો તેમજ દલીલોને ધ્યાનમાં લઇ જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ તૅમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી ની યાદી માં જણાવ્યું છે