error: This Content is protected !!

જસદણમાં નશામાં ચૂર કોન્ટ્રાકટરે બેફામ સ્પીડમાં કાર ચલાવી, બાઈકને હડફેટે લેતા સાળા - બનેવીને ઈજા

પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત ઇજાના બે અલગ અલગ ગુના દાખલ કર્યાં

 

જસદણ પાસૅ નશામાં ચૂર કોન્ટ્રાકટરે બેફામ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને હડફેટે લીધું હતું. જેમાં સાળા – બનેવીને ઇજા થઈ હતી. જસદણ પોલીસે આરોપી કોન્ટ્રાકટર કલ્પેશ ઠાકોર સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત ઇજાના બે અલગ અલગ ગુના દાખલ કર્યાં હતા.પ્રથમ ફરિયાદમાં મહેન્દ્રભાઈ રાજુભાઈ ડાભી (ઉં.વ.૨૩, રહે. જસદણ, વાજસુરપરા)એ જણાવ્યું કે, હું કેટરર્સનો ધંધો કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. તા.૨૩/૫ ના રાતના લાગભગ આઠેક વાગ્યાના અરસામાં હું તથા મારા બનેવી વિપુલભાઈ વાલજીભાઈ ગોહીલ (ઉં.વ.૪૦ રહે. જસદણ) અમે બંને જીજે ૦૩ – એનએસ ૪૯૪૧ નંબરના મારાં બનેવીના મોટર સાયકલમાં વિંછીયા બાયપાસ તરફથી અમારા ઘરે જતા હતા તે વખતે આ મોટર. સાયકલ હું ચલાવતો હતો અને અમે જકાતનાકા પાસે મુસ્કાન પાન પાસેથી વળેલ અને ચોટીલા રોડ ઉપર આવેલ તે વખતે ચોટીલા તરફથી જસદણ તરફ જતી એક સ્વીટ કારના ચાલકે અમને હડફેટે લીધા હતા. અમને નીચે પછાડી દીધેલ. જેથી મને ડાબા હાથમાં તથા પગમાં મુંઢ ઇજા થયેલ અને-વિપુલભાઈને ડાબા હાથમાં તથા

પડખામાં મુંઢ ઈજા થયેલ હતી. આજુબાજુના માણસો આવી જતા તેઓએ અમારૂ મોટર સાયકલ ઉભું કરેલ હતું. સ્વીફટ ગાડીના નંબર જોતા જીજે ૦૭ ડીઈ ૭૨૦૭હતા. અકસ્માતમાં અમારા બાઇકમાં પણ નુકસાન થયું હતું અમને જસદણ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.પોલીસે આરોપી કોન્ટ્રાકટર નશામાં વાહન ચલાવતો હતો તે અલગથી ગુનો દાખલ કર્યો છે, જસદણ પોલીસના કોન્સ્ટેબલ કનકસિંહ વિક્રમસિંહ ચુડાસમા ફરિયાદી બન્યા છે. તેઓએ જણાવ્યું કે, તા.૨૩/૫/૨૦૨૬ ના અમો તથા હેડ કોન્સ્ટેબલ આર.બી.સિંજાત, પો. કોન્સ. ભાવેશભાઈ પ્રેમજીભાઈ સાસીયા, અનીલભાઈ રમેશભાઇ સરવૈયા જસદણ, જકાતનાકા પાસે વાહન ચેકીંગમાં હતા. તે

દરમ્યાન રાત્રે ૮.૩૦ વાગ્યે ચોટીલા હાઇવે પરથી એક ફોર વ્હીલ ચાલક જકાતનાકા તરફ સર્પાકારે રસ્તા ઉપર આડું-અવળું વાહન ચલાવી નીકળતા કાર રોકી ચાલકને ચેક કરતા તે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનું જણાયું હતું. ચાલકનું નામઠામ પૂછતા પોતાનું નામ કલ્પેશભાઈ ભાવાજી ઠાકોર પોતે તાનુ (ઉ.વ.૩૦, રહે.હાલ કુંદણી ગામ તા.જસદણ, મૂળ તા.દીયોદર જી-બનાસકાંઠા) હોવાનું જણાવેલ. ચાલકની આંખો જોતા નશાતળે લાલઘુમ હતી. પોલીસે જીજે - ૦૭ - ડીઈ - ૭૨૦૭ નંબરની મારૂતી સુઝુકી સ્વીફટ કાર જેની કિંમત ૭લાખ ગણી કબ્જે કરેલ હતી. અને ગુનો દાખલ કર્યો હતો.