જસદણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ડુંગરાળ વિસ્તારમાં કીડીયારું પુરવામાં આવ્યું
કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તે ઉક્તિ મુજબ જીવ પ્રત્યે દયા કરુણા અને સેવાના ધ્યેય સાથૅ કાર્યકરો ની અવિરત સેવા
જસદણ શહેરના ડુંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારમાં કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તે ઉક્તિ મુજબ જીવ માત્ર પ્રત્યે કરુણા અનૅ સેવાના ભાવથી સતકાર્ય કરતા જસદણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના જવાબદાર વ્યક્તિઓ દ્વારા ડુંગરીયાળ વિસ્તારમાં કીડિયારું પુરી સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું.જીવમાત્ર પ્રત્યે દયા કરુણા અને સેવા ભાવનાને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્ય ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યું.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવનારા સમયમાં પણ આવા સેવાકીય અને સામાજિક કાર્યો સતત કરવામાં આવશે.