ભાડલા ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીરામ રત્નેશ્વર મહાદેવને વિવિધ પ્રકારના ફૂલોના અનુપમ શણગારના ભાવિકો દર્શન કરી ધન્ય થયા
જસદણ તાલુકાના ભાડલા ગામે રામ રત્નેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો જેના ભાવિક ભક્તો દર્શન કરી ધન્ય થયા હતા ભાડલા ખાતે હીરાબાપા લુહારના મકાનમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામરતન ગિરી બાપુના શુભ હસ્તે સ્થાપિત શ્રી રામરત્નેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ પ્રકારનાં ફૂલો તથા વિવિધ સામગ્રીઓથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતૉ શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે ભક્તિભાવપૂર્વક મહાદેવની સેવા-પૂજા કરવામાં આવી શ્રદ્ધાળુ ભાવિકો અહીં પધારી શ્રી રામરત્નેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે