રાજકોટ ના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી ૧૮ વર્ષ બાદ સંગઠનમાં જવાબદારી
અગાઉ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, તે પેહલા ધારાસભ્ય, અને ગુજરાત સરકારના મંત્રી તથા તાલુકા ભાજપ પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી
સંભાળી ચૂક્યા છેઃ હવે પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ બન્યા
સૌરાષ્ટ્રના અનુભવી નેતા, ધારાસભ્ય - સાંસદ અને મંત્રી રહી ચૂકેલા ૭૫ વર્ષીય મોહનભાઈ કુંડારિયાની ફરી સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તેઓને પક્ષે પ્રદેશની ટીમમાં સામેલ કર્યા છે. રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયાને ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી આપી છે. આ સાથે સંગઠનમાં તેમની ૧૮ વર્ષ બાદ ફરી જવાબદારી મળી છે. અગાઉ મોહનભાઈએ તેમની શરૂઆત જ તાલુકો ભાજપથી કરી હતી
જેમાં તેઓ ૧૯૮૭માં પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ તેઓ ૧૯૯૫ માં કેશુભાઈ પટેલની સરકારમાં પડધરી ટંકારા થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જે સતત ૨૦૧૪ સુધી રહ્યા. અને ત્યારબાદ ધારાસભા થી સીધા સાંસદ બનતા તેઓ રાજકોટ ની લોકસભા બેઠક પર થી જંગી બહુમતીથી ચૂંટાયા. તેઓ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા. આ વચ્ચે તેઓ વર્ષ ૨૦૦૭માં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. હવે સીધા ૨૦૨૫
માં ફરી સંગઠનમાં જવાબદારી મળતા ૧૮ વર્ષ બાદ જવાબદારી મળી છે. આ સાથે ૨૦૨૪ માં રાજકોટ લોકસભા બેઠકથી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી હતી અને તેઓ પણ ચાર લાખ થી વધુ મતોથી જીત્યા હતા, ત્યારે અનેક લોકો માનતા હતા કે હવે મોહનભાઈ ની ઉંમર થઈ છે અને પક્ષને તેમને રાજકારણમાં આરામ માટે કહેશે, પરંતુ અનુભવી મોહનભાઈએ દિલ્હીથી સીધુ કનેક્શન લગાડ્યું અને પોતાના માટે પ્રદેશ ટીમમાં જગ્યા બનાવી લીધી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના મનાતા અને વિશ્વાસુ એવા ડો.પરિંદુ ભગત (કાકુભાઈ) સાથે કામ કરશે,