error: This Content is protected !!

જસદણના જસાપરમા પાડોશી ઑ વચ્ચે ધીંગાણુ આટકૉટ પોલીસૅ છ મહિલા સહિત નવ શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો

પાડોશી શખ્સે યુવતિને ફોન કરી ચારિત્ર અંગે અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારતા ડખ્ખો થયો, ટપારવા ગયેલા પિતાને બે મહિલા સહીત શખ્સોએ માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી બે પુત્રીઓને પણ ફટકારી

 

 

જસદણના જૂના જસાપર ગામે બે પાડોશી પરિવારો બાખડયા હતા. યુવતીઓના ચારિત્ર અંગે ટિપ્પણી કરવા મામલે શરૂ થયેલી બોલાચાલીએ અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને પક્ષે કુલ ચાર લોકો ઘવાયા હતા. જે મામલે આટકોટ પોલીસે બંને પક્ષે છ મહિલા સહીત નવ શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે જસદણના જસાપર ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતીએ આરોપી તરીકે મયુર રમેશભાઈ પરમાર, નિધિ મયુર પરમાર, રમેશ રાજા પરમાર અને સવીતા રમેશ પરમારનું નામ આપતાં આટકોટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી આટકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. અમે ત્રણ બહેનો અને એક ભાઈ છીએ. ગઈકાલે સાંજના ઘરે હતા. ત્યારે સવા આઠ વાગ્યે ગામના મયુર પરમારના પત્ની નીધીબેનના મોબાઈલ નંબર પરથી ત્રણ વોટ્સઅપ કોલ આવ્યા હતા, પણ તેણી ઘરકામ કરતી હોય ખ્યાલ રહ્યો ના. હતો. બાદ સાડા આઠ વાગ્યે મોબાઇલ જોઈ નિધિબેનને વળતો વોટ્સઅપ કોલ કરેલ હતો. ત્યારે તેના પતિ મયુરભાઈએ ફ્રોન ઉપાડેલ અને ચારિત્ર અંગે અમાનિત કરતા

શબ્દો ઉચ્ચારી મારી પત્ની તારા જેવી નથી તુ મારી પત્ની સાથે કોઇ સબંધ રાખતી નહી તેમ કહી એલફેલ બોલવા લાગ્યો હતો

જે વાતચીત પિતા સાંભળી જતાં તેઓ ઘર બહાર નીકળી નજીકમાં રહેતા મયુરના ઘરે જઈ તું શું કામ મારી દિકરીઓ વિશે જેમ તેમ બોલે છે તેમ કહેતા મયુર, તેના પિતા રમેશ રાજા પરમાર, મયુરના માતા સવિતાબેન અમારા ઘર પાસે શેરીમાં પિતા સાથે ઝઘડો કરવા લાગેલ હતા. મયુર પિતાની માથે ચડી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતો. દરમિયાન મયુરે બાવડુ પકડી તેના ઘર બાજુ લઇ ગયેલ હતા. મયુરે વાળ પકડી હાથ ઉપર માર મારવા લાગેલ હતો. તેમજ મયુર અને તેના પરિજનો ગાળો બોલતા હોય મોટી બહેને ગાળો બોલવાની ના પાડતા બહેનને પગના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારી દીધેલ હતો. જે મામલે આટકોટ પોલીસે હુમલો, નિર્લજ હુમલા સહીતની કલમો હેઠળ બે મહિલાઓ સહીત ચાર શખ્સો વિરુદ્ધ ગુનૉ નોંધ્યો હતો. જયારે સામાપક્ષે સવિતાબેન રમેશભાઈ પરમાર(ઉવ ૫૦)એ ચાર મહિલા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ વળતો ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની દિકરી સોનલને તેના પતિ સાથે મનમેળ ન હોય જેથી તે છેલ્લા સાતેક માસથી ઘરે રીસામણે આવેલ છે. પાડોશમાં રહેતા પરિવારની બે યુવતીઓ અવારનવાર દિકરી સોનલ સાથે બેસવા આવતી હોય છે. તે બંને ઘરે આવે ત્યારે પોતાના મોબાઇલ ફોનમાં સતત વાતચીતો કરતી હોય છે. જેથી પૌત્રવધુ નીધીએ મયુરને કહેલ કે, પાડોશી પરિવારની બે યુવતીઓ આપણા ઘરે આવે છે ત્યારે સતત ફોનમાં વાત કરે છે અને આપણા સોનલબેન રીસામણે હોય જેથી ક્યારેક કંઈક થશે તો સોનલબેનનું નામ આવશે જેથી ગઈકાલે દિકરા મયુરે તેની પત્નીના મોબાઈલ નંબર પરથી પાડોશી પરિવારની દીકરીને વોટસએપ કોલ કરી બંને બહેનો અમારા ઘરે આવતા નહિ તેમ કહ્યું હતું. જે બાદ તુરંત જ તે યુવતીના પિતા લાકડી લઇને દુકાને શેરીમાં આવેલ અને હુમલો કરતાં વળતી ફરીયાદ નોંધાઈ હતી.