જસદણમાં આત્મહત્યાના ઇરાદે યુવક સબ સ્ટેશન પર ચડીયો. વીજ કરંટ થી ફેંકાયા બાદ ઊલટો લટકાયો યુવક નશામાં હોવાની સ્થાનિકોમાં ચર્ચા
બીજીવાર આત્મહત્યા નૉ પ્રયાસ કરનાર યુવકને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડ્યો પીજીવીસીએલ તેમજ પોલીસે તપાસ હાથ ઘરી ઘટના સીસીટીવી માં કેદ
જસદણના નવા બસ સ્ટેન્ડ પાછળ ધ્રુવ ડાયમંડ પાસે નશાની હાલતમાં યુવક વિજ સબ સ્ટેશન પર ચડી ગયા બાદ જોરદાર વીજ કરંટ લાગતા ફેકાયો હતો ફેકાયા બાદ ઊલટો લટકાઈ ગયો હતો સ્થાનિક લોકોની મદદથી યુવકને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો આ અંગે ધ્રુવ ડાયમંડ ના માલિક અને કોર્પોરેટર પી,વી,ભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે આ યુવક પહેલા રંગોલી ચોકમાં અન્ય પોલ પર ચડ્યો હતો ત્યાંથી સ્થાનિક લોકોએ નીચે ઉતાર્યો હતો બાદમાં અહીં સબ સ્ટેશન પર ચડી ગયો હતો જેવો નશા ની હાલતમાં હોય તેવું જણાતું હતું તેમજ તેઓ આત્મહત્યા કરવાના ઇરાદે ચડ્યો હતો આ અંગે પી,વી,ભાઈ ભાયાણીએ જસદણ પીજીવીસીએલ તેમજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી આ ઉપરાંત 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો નવા બસ સ્ટેશન પાછળ આવેલા આનંદનગર વિસ્તારમાં નશાની હાલતમાં આત્મહત્યા કરવાના ઈરાદે યુવક વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતી
ટ્રાન્સફોર્મર પર ચડતા યુવકને વીજ કરંટ લાગ્યાની સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી રમેશ મોહનભાઈ ગોહિલ નામના યુવકને વીજ કરંટ લાગતા શરીરના અનેક જગ્યાએ ઇજાગ્રત થયૉ હતૉ શરીર અનેક જગ્યાએથી ફૂટી ગયું હતું સ્થાનિકો દ્વારા
વીજ પુરવઠો બંધ કરી યુવકને બચાવવામા આવ્યો હતૉ
યુવક ગંભીર ઇજાગ્રત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો છૅ સમગ્ર ઘટનાને લઇ પીજીએસએલ અને જસદણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે