error: This Content is protected !!

આજૅ વિશ્વ સાયકલ દિવસ મોટરની સવારીમાં જે મોજ નથી, એ સાયકલના આ બે પૈડાંમાં છે

સાઈકલ સવારી જન સંજીવની બચત, સ્વાસ્થ્ય અને પર્યાવરણનું ત્રિવેણી સંગમ સાયકલિંગ એ માત્ર શોખ નથી, સંપૂર્ણ જીવનશૈલી છે

 

 

આદિમાનવથી લઈને અત્યાધુનિક માનવીના વિકાસની સફર પર નજર કરીએ તો સમજાય છે કે માણસની પ્રગતિમાં આગ, ચક્ર (પૈડું)નો સવિશેષ ફાળો રહ્યો છે. આ શોધોએ માનવ સભ્યતાનો ચહેરો બદલી નાખ્યો. પરંતુ, એ પૈડાંને જ્યારે બે સમાંતર રેખામાં ગોઠવીને માણસે પોતાના જ સ્નાયુબળથી રસ્તા પર દોડાવવાનું શરૂ કર્યું, ત્યારે એક અદભુત અને અનોખી ક્રાંતિનો જન્મ થયો. એ ક્રાંતિનું નામ એટલે 'સાયકલ'. આજે જ્યારે પેટ્રોલ-ડીઝલના ધુમાડા, ગૂંગળાવતા ટ્રાફિક જામની સમસ્યાઓ તથા હેલ્થ ક્લબની મોંઘીદાટ ફી સામાન્ય માણસને મૂંઝવી રહી છે, ત્યારે આ બે પૈડાંનું સાદું અને સસ્તું વાહન આપણને ઉત્તમ તંદુરસ્તી મેળવવાનો અને મેદસ્વિતા (મોટાપો) દૂર કરવાનો એક નવો, સુલભ માર્ગ બતાવી રહ્યું છે.દર વર્ષે ૩ જૂનના રોજ ઉજવાતો 'વિશ્વ સાયકલ દિવસ' (World Bicycle Day) માત્ર એક કેલેન્ડરની ઔપચારિકતા નથી. આ દિવસ ગ્લોબલ વોર્મિંગના સંકટથી પીડાતી પૃથ્વી અને આખો દિવસ સ્ક્રીન સામે બેસીને બેઠાડુ જીવનશૈલીથી કંટાળેલા આજના આધુનિક માનવી માટે એક સાચી સંજીવની સમાન છે. ૨૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂનો અને અત્યંત રસપ્રદ ઇતિહાસ ધરાવતી આ સાયકલ, લાકડાના પ્રારંભિક ફ્રેમથી શરૂ થઈને આજે સ્માર્ટ ગિયર્સ અને કાર્બન ફાઈબર સુધી પહોંચી છે. ચાલો, આજના આ વિશેષ દિવસે સાયકલના એ રોમાંચક સફરના અગણિત ફાયદાઓને છૅ