જસદણ વિંછીયા ખાતે કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી તથા ધ્વજ વંદન અને સફાઈ કામદારોનું સન્માન કરી આગેવાનોએ સતકર્મ સમાનતાના શપથ લીધા
કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે જસદણ-વિંછીયા વિધાનસભા વિસ્તારમાં પણ ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જસદણ વિછીયા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં કોંગ્રેસના ભવ્ય વારસાને યાદ કરી નવી પેઢીને પક્ષના આદર્શો અને સિદ્ધાંતોથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પક્ષનો તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા દિવસે ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસની સ્થાપનાથી લઈને દેશની આઝાદી અને નવનિર્માણમાં પક્ષના ફાળાને યાદ કર્યો હતો. તેમજ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમનો હેતુ કાર્યકરોમાં નવી ઉર્જા ફુંકવાનો અને પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
સ્થાપના દિનની ઉજવણી દરમિયાન ખાસ કરીને નવી પેઢીના યુવાનો કોંગ્રેસના વારસા બંધુત્વ અને સમાનતાના આદર્શોને સમજે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જસદણ-વિંછીયા વિધાનસભાના શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકરોસૌએ સાથે મળીને સંગઠનને મજબૂત બનાવવા અને બંધારણીય મૂલ્યોના જતન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી