error: This Content is protected !!

સૌરાષ્ટ્રમાં તડકો-છાંયડો-બફારો યથાવત મોટાભાગના સ્થળોએ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રીની વચ્ચે નોંધાયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ પણ તડકો-છાંયડો અને બફારો યથાવત રહેવા પામ્યા છે અને મોટાભાગના સ્થળોએ મહતમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન અમદાવાદ ખાતે ગઇકાલે ૪૧.૩ ડીગ્રી રહ્યું હતું.

 જ્યારે રાજકોટમાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૧, ગાંધીનગરમાં ૪૦.૭ ડીગ્રી અને વડોદરામાં ૩૯.૪, ભાવનગરમાં ૩૯ તથા ભુજમાં ૩૮, દમણમાં ૩૬, ડિસામાં ૩૯.૨, દિવમાં ૩૪.૪, કંડલામાં ૩૯.૫, નલિયામાં ૩૫.૬, ઓખામાં ૩૪.૯, પોરબંદરમાં ૩૫.૧, સુરેન્દ્રનગરમાં ૪૦.૪ અને વેરાવળ ખાતે ૩૪.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન આજે સવારે રાજકોટ સહિત જુદા-જુદા શહેરોમાં હવામાં ભેજ પણ ૬૦ થી ૮૫ ટકા વચ્ચે રહેતા બફારાનો અનુભવ થયો હતો. જ્યારે જામનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં ૧.૫ ડીગ્રીના ઘટાડા સાથે પારો ૩૮ ડિગ્રી રહ્યો હતો. તો લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું અને પવનની ગતિ બે કિમીના ઘટાડા સાથે પ્રતિ કલાક ૧૨.૬ કિમી નોંધાઇ હતી