error: This Content is protected !!

સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવામાં તંત્રના ઠાગાઠૈયા જસદણ આટકોટ રોડ પર બીજા દિવસે બાઈક સવાર પટકાયો કૉઇ નિર્દોષ પ્રાણ ગુમાવે તે પહેલા જવાબદારૉ જાગશૅ ખરા

દીશા સુચક સફેદ કલરના પટ્ટા અંગૅ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા ની રાવ બે દિવસમાં બે અકસ્માત છતાં પાલિકા તંત્ર ઘૉર નિંદ્રામાં પોઢી રહેતા લૉકૉમા રોષ ભભુકી ઉઠ્યો

 

જસદણ આટકોટ રોડ ઉપર સ્પીડ બ્રેકર પર સફેદ કલરના દિશા સૂચક પટ્ટા ન હોવાથી બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતૉ બાઈક લઈને જતો યુવાન અચાનક સ્પીડ બ્રેકર આવતા પટકાયો હતો ગઈકાલે પણ સ્પીડબેકર ન દેખાતા એક મહિલા ફંગોળાઈ હતી આ બંને ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે ત્યારે જસદણ નગરપાલિકા તંત્ર ને સફેદ પટ્ટા લગાડવા માટે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા એ લેખિત માંગ કરેલ હોવા છતાં જવાબદાર તંત્ર વાહકૉ ઠાગાઠૈયા કરાતા હૉવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાના પ્રાણ ગુમાવે તે પહેલા જવાબદાર તંત્ર જાગી અને સફેદ કલરના પટ્ટા મારવાની કાર્યવાહી કરે તેવી લોકમાન ઉઠવા પામી છે વારંવાર ની રજૂઆત અને બે દિવસમાં બે અકસ્માત છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી લોકોમા રૉષ ફેલાયો છે ચેતવણીરૂપ કલર પટ્ટા લગાવવામાં આવ્યા ન હોવાથી વાહનચાલકોને સ્પીડ બ્રેકર દૂરથી દેખાતુ નથી સ્પીડ બ્રેકર પર રંગ લગાવવા અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ પ્રાણ ગુમાવે તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બની ગયું છે