વીંછિયાના સનાળી ગામે એટ્રોસિટી દુષ્કર્મના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરતી રાજકોટ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ
વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ તેમજ એટ્રોસીટી હેઠળના ગંભીર ગુનામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી હર્ષદ ભોળાભાઈ તાવીયા (રહે. સનાળી)ની રેગ્યુલર જામીન મંજૂર કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.પ્રામ વિગતો મુજબ, ફરિયાદી દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે હર્ષદ તાળીયા વિરૂદ્ધ દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના અને ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીને જેલ હવાલે થયો હતો. દરમિયાન આરોપી તરફથી વિંછીયાના યુવા એડવોકેટ બ્રિજેશભાઈ આર. રાઠોડે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા મૂળ ફરિયાદ, પોલીસ સોગંદનામું અને સાધનિક કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી કાયદાકીય જોગવાઈઓ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ માર્ગદર્શક ચુકાદાઓ ટાંકીને કરવામાં આવેલી દલીલો ધ્યાને લઈને રાજકોટ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે આરોપી હર્ષદ ભોળાભાઈ તાવીયાને શરતી રેંગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.