error: This Content is protected !!

જસદણના ચિતલીયા રોડ પર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાથી લતાવાસીઓ ત્રસ્ત પ્રિમોન્સૂન કામગીરીની માંગ

સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ઉકાભાઇ છાયાણીની પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં ઘટતું કરવા રજૂઆત   

 

જસદણ શહેરના ભદ્ર વિસ્તાર એવા ચિતલીયા રોડમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભભવે છે જૅથી સ્થાનિક રહીશો હૅરાન પરેશાન થાયછે. આ અંગે સામાજિક કાર્યકર અને આ વિસ્તારના આગેવાન પ્રવીણભાઈ ઉકાભાઈ છાયાણી દ્વારા જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી અને ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા ને લેખિતમાં અરજી આપી તાત્કાલિક પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવીછૅ લેખિત પત્રમાં જણાવ્યા મુજબ પટેલ વાડીની

સામે આવેલ તીર્થ સોસાયટીની સામે ઘનશ્યામભાઈ સરિયાના ઘરની પાસે આવેલ રેસીડેન્સી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે સ્થાનિક . રહેવાસીઓ, વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ભરાવાને કારણે રોડ ઉપર અવરજવર સંપૂર્ણપણે મુશ્કેલ બની જાય છે. વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ ઉપરાંત લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવાને કારણે વિસ્તારમાં ગેંદકી ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ છૅ આથી ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણીએ નગરપાલિકા તંત્રને વિનંતી કરી છે કે ઉપરોક્ત વિસ્તારમાં તાત્કાલિક પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવી, ગટરની નિયમિત સફાઈ કરવી, પાણી નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવી તથા જરૂરી રોડ લેવલિંગ જેવી કામગીરી કરવામાં આવે જેથી આવનાર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને સ્થાનિક લોકોને રાહત મળે પાલિકા તંત્ર સમયસર કામગીરી શરૂ કરે તે વિસ્તાર ના લોકો માટે જરૂરી છે