આટકોટના આઇશ્રી જાનબાઇ ખોડલના મંદિરે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીઍ સફાઈ કરી સ્વસ્થતા નો સંદેશ આપ્યો
પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી શહેર પ્રમુખ વિજય રાઠોડ તાલુકા પ્રમુખ ચંકીત રામાણી સહિત સંગઠનના હોદ્દેદારો સફાઈ અભિયાનમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સુશાસનને સમર્પિત વિવિધ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ પવિત્ર આઇશ્રી જાનબાઇ ખોડલના મંદિરે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સહભાગી બની મંદિરના પટાંગણ, પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને માત્ર વિકાસના નવા શિખરો સુધી પહોંચાડ્યો નથી, પરંતુ સ્વચ્છતા જેવા જનઆંદોલનને પણ રાષ્ટ્રીય ચળવળનું સ્વરૂપ આપ્યું છે. "સ્વચ્છ ભારત"નું સપનું આજે દેશના કરોડો નાગરિકોની જનભાગીદારીથી સાકાર થઈ રહ્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ધાર્મિક સ્થળો આપણી આસ્થા અને સંસ્કૃતિના કેન્દ્રો છે. આવા પવિત્ર સ્થળોની સ્વચ્છતા જાળવવી એ આપણી જવાબદારી છે. સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને વિકસિત ભારતના નિર્માણ માટે દરેક વ્યક્તિએ સ્વચ્છતાને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ સ્વચ્છતા અભિયાન દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી જસદણ મામલતદાર મેહુલ બલિયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી હિતેષ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.