error: This Content is protected !!

જસદણના પૉલારપર રૉડ પર રાંધણગેસ સિલિન્ડર લૅતીદૅતી મુદ્દે ઝપાઝપી કૌટુંબિક ઝગડા માં ઢીકાપાટુ પાઇપ વડૅ પિતા-પુત્ર પર હુમલો છ સામે ગુનો નોંધાયો

જસદણ શહેરના હુડકૉ વિસ્તાર પોલારપર રોડ પર રહેતા રાજુભાઈ ડાભીના ઘરે ગેસના બાટલાની લેતી-દેતીના સામાન્ય પ્રશ્ને ઝપાઝપી થતા લોહિયાળ જંગ ખેલાયો હતો. આ બનાવમાં રાજુભાઈ અને તેમના વૃદ્ધ પિતા પર પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરાતા પિતાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

જૅમા રાજુભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા 13 ના રોજ સાંજે તેમના સાળા રવિભાઈ શેખે ફોન કરી ગેસનો બાટલો પરત માંગ્યો હતો. રાજુભાઈએ બાટલો આપવાની ના પાડતા રવિ અને તેનો ભાઈ નિલેશ બાઈક લઈને ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા રાજુભાઈના પિતા પ્રેમજીભાઈને આરોપી રવિએ માથામાં

પાઈપનો ફટકો મારતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવા પડયા હતા, ફરિયાદીના સસરા કરશનભાઈ, પત્ની શિલ્પાબેન, સાળી સહિતના અન્ય સભ્યોએ આવીને રાજુભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. આ મામલે જસદણ પોલીસે રાજુભાઈ ડાભીની ફરિયાદના આધારે કુલ 6 આરોપી રવી શેખ, નિલેશ શેખ, કરશન શેખ, વિધીબેન શેખ, શિલ્પાબેન રાજુભાઈ ડાભી ને ભાવનાબેન શેખ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં જસદણ પોલીસે આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1), 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ ઈજાગ્રસ્ત રાજુભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.