error: This Content is protected !!

ભાજપ સરકારના બે તૃતીયાંશ બહુમતી માટે ધમ પછાડા ખરીદ વેચાણ 33% મહિલાના નામે તૉડ જૉડની નીતિ દુઃખદ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા

લોકસભાની 550 બદલે 800 સીટો તથા ગુજરાત વિધાનસભાની 182 ને બદલે 275 સીટો કરવાની મથામણથી લોકોના પૈસાનો ધુમાડો થશે 

 

જસદણ વિંછીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ભીમજીભાઇ બાંભણીયાઍ જણાવ્યું છે કે અખબારો કે મીડીયા મારફત જાણવા મળેછે કે ભાજપ સરકાર લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી કરવા માટે તડ-જોડ, ખરીદ વેચાણ વિગેરેનો ઉપયોગ કરવા ધમપછાડા કરતા હોય તેવું દેખાઈ રહયું છે. આ બહુમતી સંખ્યાથી મહિલાને લોકસભા 33% સભ્ય સંખ્યાની લાભ મળે તે માટે તથા લોકસભા અને વિધાનસભાની સીટો વધારવવા ની મહેચ્છા રાખતા હોય એવું દેખાય રહયું છે લોકસભામાં 550 ના બદલે 800 ઉપરાંત સીટો કરવી તથા ગુજરાત વિધાનસભા ની 182 ની જગ્યા એ 275 સીટો કરવાની મથામણ અને પ્રયાસ ચાલુ છે. ભીખાભાઈ બાંભણીયાઍ વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રના તથા રાજ્યના પ્રજાના કે ખેડૂતના તથા અન્ય સમાજના પ્રશ્ન માટે કોઈ પણ ધારાસભ્ય કે સંસદ બોલવા માટે ત્યાર નથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર કેટલું કરજ કર્યું છે એની પરવા કર્યા વગર હજુ સીટો વઘારવાથી તેનો પગાર, ભથ્થા. પેન્શનતથા અન્ય સવલતો નું વિગેરે નું ભારણ કેટલું વધશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે કોઈપણ હોદા ઉપર ચુટાયેલા સભ્યોને મીટીંગ કે સત્ર સિવાય માનદ વેતન કે પગાર તથા અન્ય સવલતો આપવાનું બંધ થવું જોઈએ તથા કર્મચારી અધિકારીઓ કે હોદેદારો ને મળતા પેન્શન બંધ થવા જોઈએ રજવાડાના સાલિયાણા બંધ થઈ સકતા હોઈતો પગાર કે પેન્શન બંધ થવા જોઈએ સતામાં બેઠેલા ઓને સામાન્ય પ્રજાઓને શું પરીસ્તિથી છે તે નજર કરવી નથી અને પ્રજા ઉપર કરવેરા નું ભારણ વધતું જાય એવા નિર્ણય કરવા એ વ્યાજબી નથી વર્ષ માં બે વખત સત્ર મળે છે તેમાં આટલી સંખ્યા ઓછી પડે છે. હાલ લોકસભા વિધાનસભામાં સંખ્યા નહી વધારવાથી કાઈ ઊંધું વળી જવાનું નથી

તમામ વર્ગના લોકો, પ્રજાજનો, હોદેદારો, પ્રબુધ્ધ નાગરિકો વિગેરે સંગઠીત થાય આ લોક સાહીનું જતન કરવા માટે કટિબંધ થવાની જરૂર છે વાજબી વાતને સમર્થન આપવા ના બદલે છાનામાના જોયા કરવાથી કે આપણે શું એવી મનોદસા માંથી બાર નીકળવાની જરૂર છે દ્રોપદીના ચિર હરણ વખતે ભીષ્મપિતામાએ વડીલ તરીકે બોલવાની જરૂર હતી પણ બોલ્યા નહી જેથી બાણ શય્યા ભોગવવી પડી તેવીજ રીતે સમજદાર વ્યક્તિઓ સરકારના અન્યાયકરતા નિર્ણયો સામે અવાજ નહી ઉઠાવેતો તેઓ પણ પાપ ના ભાગીદાર બનશે કેમ અંતમાં ભીખાભાઈ બાંભણીયા એ જણાવ્યું હતું