જસદણ વિંછીયા સહિત રાજકોટ જિલ્લામાં ઘરવિહોણા બાકી રહૅતા ગરીબોને ૧૦૦ ચો.વારના મફ્ત પ્લોટ આપવા તજવીજ જી,પં, પ્રમુખ સંજય પીપળીયા
વડાપ્રધાન હાઉસિંગ ફોર ઑલ અભિયાન સાર્થક કરવા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરી યાદી તૈયાર કરવા જિલ્લાના તમામ તાલુકા પંચાયત પ્રમુખોને સૂચના
જસદણ વિંછીયા સહિત રાજકોટ જિલ્લાના ગામ્ય વિસ્તારમાં વસતા અત્યંત ગરીબ, જમીન વિહોણા અને ઘરવિહોણા કુટુંબોને નિવાસસ્થાન માટે ૧૦૦ ચોરસ વારનો મફ્ત પ્લોટ આપવાની યોજના હેઠળ બાકી રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પોલાભાઈ પીપળીયા દ્વારા જિલ્લાના તમામ તાલુકા પંચાયત પ્રમુખોને પત્ર લખી નાં તાકીદ કરી છે કે, સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ ગામનો કોઈ પણ ગરીબ પરિવાર છત વગરનો ન રહે આજે પણ તાલુકાના ગામ્ય વિસ્તારોમાં અનેક ઈ અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરે છે, જેમની પાસે
પોતાનું માલિકીનું ઘર કે જમીન નથી. આ કુટુંબો કાચા ઝૂંપડામાં કે ભાડાના મકાનમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. યોગ્ય માહિતીના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ઘણા લાભાર્થીઓ આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે.વડાપ્રધાનના હાઉસીંગ ફોર ઓલ અભિયાનને સાર્થક કરવા ભાગરૂપે તાલુકાના ગામ્ય વિસ્તારોમાં સર્વે કરાવીને જમીનવિહોણા અને ઘરવિહોણા ગરીબ કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવે અને ૧૦૦ ચો.વાર મફ્ત પ્લોટ યોજના અંતર્ગત કોઈ પણ પાત્રતા ધરાવતો ગરીબ લાભાર્થી બાકી ન રહી જાય તે માટે વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવા જણાવાયું છે.