આટકોટ નજીક પાંચવડા ચોકડીએ મહિલાએ પુરુષને લંમધાર્યો ચાલુ વરસાદે વાળ ખૅચી પાઠ ભણાવ્યાનૉ વિડીયો વાયરલ
જસદણ તાલુકાના આટકોટ નજીકના પાંચવડા ચોકડી પાસે મહિલા પુરુષ ને લંમધાર્યો હૉવાનૉ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ચાલુ વરસાદ દરમિયાન ધોળા દિવસે રસ્તા વચ્ચે એક મહિલા અને પુરુષ વચ્ચે ઉગ્ર ઝઘડો થતો જોવા મળ્યો હતો.
સતત વરસાદ વચ્ચે પાણીથી લસપસતા રસ્તા પર બેઠેલી મહિલાએ પુરુષના વાળ પકડીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. મહિલા આકરા મૂડમાં જોવા મળી હતી અને પુરુષને બરાબરનો પાઠ ભણાવતી હોય તેમ પકડી રાખ્યો હતો. આ સમગ્ર દ્રશ્ય રસ્તા પરથી પસાર થતા લોકો અને આસપાસના વેપારીઓ માટે આશ્ચર્યનો વિષય બન્યું હતૉ
લોકો તમાશો જોતા રહ્યા, વીડિયો કેમેરામાં કેદ કર્યો વરસાદી માહોલ વચ્ચે ચોકડી પર વાહનોની અવરજવર ચાલુ હતી અને
આસપાસના દુકાનદારો તથા રાહદારીઓ સ્થળ પર ભેગા થઈ ગયા હતા. જોકે, કોઈએ તેમને છોડાવવાનો પ્રયાસ કરવાને બદલે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ બંને વ્યક્તિઓ વચ્ચે કયા કારણોસર વિવાદ સર્જાયો હતો અને તે સ્થાનિક રહેવાસીઓ છે કે બહારથી આવેલા, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.