error: This Content is protected !!

જસદણમા 70 વર્ષના નાથીબેન છાયાણીનું બેભાન હાલતમાં મૃત્યુ વૃદ્ધાનૅ બ્લડપ્રેશરની બીમારી હતી પરિવારમાં શોક છવાયો

જસદણ શહેર ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ લાતી પ્લોટ વિસ્તારમાં રહેતાં નાથીબેન ધીરૂભાઈ છાયાણી ઉ.વ. 70 નામના વૃધ્ધા ગઇકાલે સવારે પૉતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં પરિવારજનોએ તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર નાથીબેનને બ્લડપ્રેશર સહિતની બિમારી હતી. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. મોતનું કારણ જાણવા જસદણ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું