error: This Content is protected !!

27 માં કારગીલ વિજય દિવસ પર અમર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણી

કારગિલ વિજય દિવસ પર ભારત માતાના અમર વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી.ભારતીય સેનાના સાહસ અને શોર્યને કારણે આપણો દેશ કારગિલ યુદ્ધમાં વિજય થયો હતો,27 માં કારગિલ વિજય દિવસ એ ભારતના ઇતિહાસમાં ગૌરવના દીવાદાંડીની જેમ ચમકતો દિવસ છે 1999 ના વિજયની ભવ્ય ઉજવણી સાથે આપણા સૈનિકોએ બરફથી ઢંકાયેલા શિખરો અને અવિરત ગોળીબારનો સામનો કરીને અજોડ હિંમત અને અતૂટ સંકલ્પ સાથે કારગિલના શિખરો પર ફરીથી કબ્જો કર્યો હતો, બલીદાન બહાદુરી અને અતૂટ રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક તિરંગો ફરી લદાખની ટેકરીઓ અને કારગિલમાં ફરી લહેરાયો ત્યારે કારગિલ વિજય દિવસ પર ભારત માતાના વીર શહીદોના શૌર્યને નમન કરી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી.