error: This Content is protected !!

જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભારૅ વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ જણસ શેડમાં ઉતારવા ઢાંકીને લાવવા સુચના

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ સબંધકર્તા સર્વેને જણાવ્યું છે કે,હવામાન વિભાગની આગાહી મુજબ આજૅ તા:૩૧/૦૭/૨૦૨૬ થી તા:૦૫/૦૮/૨૦૨૬ સુધી પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોય તો દરેક ખેડૂતભાઈઓ એ પોત પોતાનો ખેત પેદાશ માલ ઢાંકીને અને ઢાંકવાની વ્યવસ્થા સાથે માર્કેટયાર્ડમાં લાવવાનો રહેશે તેમજ દરેક વેપારીભાઈઓ ને તથા કમિશન એજન્ટભાઈઓ ને ખાસ જણાવવાનું કે ખરીદેલ માલ કે કમિશન એજન્ટ ના પેઢીમાં આવેલ પેન્ડિંગ પડેલ માલ હોય તો તે માલ સાવચેતીના પગલાં રૂપે માલને નુકસાન ન થાય તેવી રીતે રાખવા ખાસ સૂચના આપવામાં આવે છે.જે લોકોને શેડ માં કે નાના શેડમાં કે યાર્ડમાં અન્ય જગ્યાએ માલ પડેલ હોય તો તેને વરસાદ ને કારણે નુકસાન ન થાય તેવી રીતે રાખવા ખાસ સૂચના આપવામાં આવે છે.

આ બાબતેની જાણ દરેક કમિશન એજન્ટ ભાઈઓએ પોત પોતાના ખેડૂત ભાઈઓ ને કરી આપવા 

બજાર સમિતિ- જસદણ દ્વારા અનુરોધ કર્યો છે