જસદણ વિંછીયા રોડ પર રાત્રે કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત કારચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત
તાલાળા ના વતની સંજયભાઈ સાળંગપુર થી દર્શન કરીને આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો મૃતક નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
જસદણ વિંછીયા રોડ દેવપરા ના પાટીયા નજીક જલારામ જીન પાસે રાત્રિના સમયૅ ગંભીર અકસ્માત સર્જાયો હતો કર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યો મોત થયું હતું મૂળ તાલાળા ગીરના વતની સંજયભાઈ મોહનભાઈ વડાળીયા ઉમર વર્ષ 34 સાળંગપુરથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે કારનો અકસ્માત સર્જાયો હતો કાર ડિવાઈડર સાથે ધડાકા ભૅર અથડાતા અકસ્માતમાં કાર ચાલકનું સંજયભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું મૃતક સંજયભાઈ મોહનભાઈ વડાલીયા, ઉંમર 34 વર્ષ મૂળ તાલાળા ગીર વિસ્તારના રહેવાસી અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા મૃતદેહ ને pm અર્થે જસદણ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો બનાવ અંગે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ