error: This Content is protected !!

હિંગોળગઢ પાસે હિટ એન્ડ રન સર્જાયો અજાણ્યા વાહનની ઠોકરે વિંછીયાના 29 વર્ષીય તેજસ ડાભીનું મોત

૨૯ વર્ષીય મૃતક લાલાવદરથી હિંગોળગઢ વચ્ચે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો ૨ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

 

 

વિંછીયા ના હિંગોળગઢ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહનની ઠોકરે વિંછીયાના તેજસ ડાભીનું મોત નીપજ્યું હતું. ૨૯ વર્ષીય મૃતક લાલાવદરથી હિંગોળગઢ વચ્ચે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. આ તરફ ૨ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રદ છવાયો હતો.મળતી માહિતી મુજબ, તેજસભાઈ પરસોતમભાઈ ડાભી (ઉંમર વર્ષ ૨૯, રહે. વિંછીયા) ગઈકાલ બપોરે લાલાવદરથી હિંગોળગઢ વચ્ચે બાઈક લઈને ઘરે જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં સારવારમાં દમ તોડી દીધો હતો. વિંછીયા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પોતાના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતકને એક બેન અને બે ભાઈમાં મોટો હતો. મજૂરી કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રો છે. સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રાંદ છવાયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધ કોણે હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કાર જેવું વાહન હતું. જે અકસ્માત સર્જી નાસી ગયેલ. આ અંગે ગુનો નોંધવા તજવીજ થઈ હતી.