શાળાઓમાં જંક ફૂડ નહીં વેચાય દરેક ચીજની કેલરી થશે નક્કી આ જ સત્રથી લાગુ કરવામાં આવશે માપદંડ ખાનગી શાળાઓમાં પણ લાગું થશે નિયમો
દેશમાં મેદસ્વી થઈ રહેલાં બાળકોની ચિંતા હવે સરકારને પણ થવા લાગી છે. સરકારે દેશમાં પહેલીવાર બાળકોનાં ખાન-પાનમાં કેલરી અને સુગરની માત્રા નક્કી કરી દીધી છે. આ હેઠળ દેશની કોઈપણ શાળા કે શૈક્ષણિક પરિસરમાં નિર્ધારિત માત્રા મુજબ જ કેલરી અને સુગર બાળકોનાં ખાદ્ય પદાર્થોમાં રાખવામાં આવશે. આ સાથે જ શાળાના કેન્ટીન-કેફેમાં પિઝા-બર્ગર જેવી હાઈ કેલરીવાળી વસ્તુઓ નહીં વેચાય. કેન્દ્ર સરકાર આ નિયમોને ટૂંક સમયમાં લાગું કરવા જઈ રહી છે. આ નિયમ આ જ શૈક્ષણિક સત્રથી તમામ ખાનગી, સરકારી અને અર્ધસરકારી શાળાઓ પર લાગું થઈ જશે. આ દાયરામાં દેશનાં લગભગ ૨૪.૬૯ કરોડ બાળકો. આવશે.ખાસ વાત એ છે કે અત્યાર સુધી ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ (સેફ ફૂડ એન્ડ બેલેન્સ્ડ ડાયટ્સ ફોર ચિલ્ડ્રન ઈને સ્કૂલ) રેગ્યુલેશન્સ ૨૦૨૦ માં માત્ર હાઈ કેલરી અને હાઈ સુગર ન આપવાની વાત હતી,પરંતુ તેની માત્રા નક્કી નહોતી. આવી સ્થિતિમાં કોઈની સામે કડક કાર્યવાહી થઈ શકતી નહોતી. હવે પ્રતિ સો ગ્રામ પર પ્રવાહી અને ઘન પદાર્થ માટે માત્રા નક્કી કરવામાં આવી રહી છે. આનાથી વધુ માત્રા હોવા પર સંબંધિત સામે કાર્યવાહી થઈ શકશે ક્યાં લાગુ, શું અસર આ નિયમ શાળાનાં ગેટના ૫૦ મીટરના દાયરા સુધી લાગું થશે. આનાથી શાળા પરિસરમાં કેન્ટીન, કેફે કે મેસ, હોસ્ટેલ મેસ જેવા તમામ ખાણી-પીણીના સેન્ટરો આવી જશે. નવા નિયમો મિડ-ડે મીલથી લઈને ખાનગી શાળાઓની કેન્ટીન સુધી લાગું થશે. નવા નિયમોમાં ઠંડા પીણાં, પિઝા-બર્ગર જેવા ખાદ્ય પદાર્થો વેચાવાના બંધ અથવા ઓછા થઈ શકે છે.જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો સામાન્ય નિયમો હેઠળ જ કાર્યવાહી થશે. ફરક એ છે કે હવે માત્રાના આધારે તપાસ કરીને હાઈ કેલરી કે હાઈ સુગર નક્કી થઈ જશે. અત્યાર સુધી માત્રા નક્કી ન હોવાને કારણે લોકો બચી જતા હતા.