error: This Content is protected !!

સરધારના લોઠડામાં ખૅતર વાડીના પડમાં રમતા પાંચ વર્ષના બાળકનૅ ઝૅરી જનાવર ઍરૂ કરડતા મૉત ખૅત મજૂર પરિવારમાં ગમગીની

ચોમાસાની શરૂઆત અને વરસાદ વરસવાથી દરમાં પાણી જવાથી ઍરૂ પડકા વિંછી કુશી બહાર નીકળતા હોય છે ઋતુમાં સાપ ઝૅરી જીવજંતુ ઍરૂ કરડવાના બનાવો વધી જતાં હોય છે. ઘણીવાર આવા બનાવ જીવલેણ પણ નીવડતાં હોય છે. આ દરમિયાન રાજકોટના સરધાર તાબેના લોઠડા ગામે એક પાંચ વર્ષના એક બાળકનું સર્પદંશને

કારણે મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

જાણવા મળ્યા મુજબ લોઠડા ગામે આવેલી રવિભાઈ બાબરીયાની વાડીમાં રહી કામ કરતાં રાકેશભાઈ કાલરાના દિકરા વિશાલ ઉ.વ.૫ તે ખેતર વાડી ના પડમાં રમતો હતો 

ત્યારે સાપે દંશ મારતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગર નીવડી ન હતી અને બાળકનું મૃત્યુ થતાં ખેત મજુર પરિવારમાં શોક છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.