વિછીયાના શ્રી ભડલી પ્રાથમિક શાળાના ભાઈઓ તથા બહેનો નીટીમ અંડર ખોખો રમતોત્સવમાં જિલ્લા કક્ષાએ પ્રથમ શાળા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું
લહેરો સે ડરકર નૈયા પાર નહીં હોતી કોશિશ કર ને વાલો કી કભી હાર નહીં હોતી આ પંક્તિ ને ચરિતાર્થ કરી છે વીંછિયા તાલુકાના છેવાડાના ગામ ભડલી એ તાજેતર માં યોજાયેલ ૭૦ માં
શાળાકીય રમતોત્સવમાં માં અંડર - ૧૪ ખોખો માં શ્રી ભડલી પ્રા.શાળા નં.- ૨ ના ભાઈઓ અને બહેનો બંનેની ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની શાળા,પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.આ માટે શાળા ના મુખ્ય કોચ હિતેષભાઇ ઝાપડિયાની અથાક મહેનત અને લગનથી આ વિદ્યાર્થીઓ સતત ત્રીજી વખત જિલ્લા કક્ષા એ વિજેતા બન્યા છે.એમ કહી શકાય કે શ્રી ભડલી પ્રા.શાળા નં.- ૨ ના ભાઈઓ અને બહેનો ખોખો માં મહારત હાંસિલ કરી લીધી હોય.સાથે સાથે વીંછિયા તાલુકાએ અંડર ૧૭ ખોખો બહેનો પણ જિલ્લા કક્ષા એ વિજેતા બની હતી અને અંડર -૧૯ ની બહેનો ની ટીમ ખોખો માં જિલ્લા કક્ષા એ વિજેતા બની હતી ,આમ ખોખો બહેનો ના વિભાગ માં જિલ્લા કક્ષા માં ત્રણેય વિભાગમાં વીંછિયા તાલુકાનો દબ દબો જોવા મળ્યો હતો.વીંછિયા તાલુકાના અધિકારીશ્રી ઓ દ્વારા આ તમામ બાળકોને રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.