error: This Content is protected !!

જસદણનાં કડુકા પ્રાથમિક શાળા ના આચાર્ય સુરેશભાઈ રોજાસરાનું પાંચવડા ખાતે મામલતદારના હસ્તે સન્માન કરાયું

આચાર્યએ છ વર્ષમાં 25 જેટલા બાળકોને DLLS માં પ્રવેશ અપાવ્યો હતો આ સિદ્ધિ બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે બહુમાન થયું 

 

જસદણ તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ 80 માં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જસદણના પાંચવડા પ્રાથમિક શાળા ખાતે રાખેલ ત્યાં પ્રતિભાશાળી શિક્ષક તરીકે કડુકા પ્રાથમિક શાળાના આચાર્યનું મામલતદારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જસદણ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસ ની ઉજવણી પાંચવડા ગામ ખાતે રાખવામાં આવેલ. જેમાં જસદણ મામલતદાર બલીયા તેમજ ટી. પી. ઈ. ઓ જસદણ ધવલભાઈ રામાનુજ સાહેબ અને અન્ય અધિકારી ની ઉપસ્થિતિ માં કડુકા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ રોજાસરા નું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલ.. સુરેશભાઈ રાજોસરા એ છેલ્લા 6 વર્ષમાં 25 જેટલાં બાળકોને DLLS માં પ્રવેશ અપાવ્યો હતો જેની આ સિદ્ધિ બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી