વિછીયાના આસલપુરમા વાડીમાં ખેતી કામ કરતા ખેડૂતનું ટ્રેક્ટરની દાંતી ઉપરથી પડી જતા માથામાં ઇજા થી કરૂણ મોત પરિવારમાં શોક
વિછીયા તાબાના આસલપુર ગામે પોતાની વાડીમાં ખેતી કામ કરતા ખેડૂતને અચાનક ટ્રેક્ટરની દાંતી ઉપર પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયેલ છે ખેતી કામ કરતી વખતૅ ખેતરમાં ખેડૂતનું અકસ્માતે મોત થયું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાના આસલપુર ગામના ખેડૂત ચતુરભાઈ લઘરાભાઈ ધરજીયા સવારે તેઓની પીપરડી રોડ ઉપર આવેલી વાડીએ ખેતી કામ કરતા હતા તૅ દરમિયાન તેમનો દીકરો ટ્રેક્ટરની દાંતી સાતી ચલાવતો હતો અને તેઓ પાછળ જોડેલ લોખંડની સાતી દાંતી પાછળ ઉભેલા હતા અને અચાનક ચાલુ સાતીએ પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચતુરભાઈ ને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલે પહોચતા જ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે ખેડૂત પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું છે અને નાના એવા આસલપુર ગામમાં અરેરાટી વ્યાપી છે