error: This Content is protected !!

શાંતિ આપે છે ફોટો પાડવાની આદત બ્રિટન સ્થિત લેન્કેસ્ટર યુનિવર્સિટીનાં નિષ્ણાતોએ ઘણાં લોકો પર કર્યો મહત્વનો અભ્યાસ

ગાજા સિટીમાં યુદ્ધથી નસ્ટ થયેલી ઇમારતોમાં એક ફૂટબોલ મેદાન જોવા મળ્યું કટમાળમાં ઘેરાયેલી તસ્વીરે લોકોનું ધ્યાન ખેંચ્યું

 

દરરોજ થોડી વાર માટે જ, તસવીરો પાડવાની આદત આપણાં માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તાજેતરમાં જ આ સંદર્ભમાં બ્રિટન સ્થિત લેન્કેસ્ટર યુનિવર્સિટીનાં નિષ્ણાતોએ એક અભ્યાસ કર્યો છે.તેમનાં જણાવ્યાં મુજબ, રોજિંદા ધોરણે ઓછામાં ઓછો એક ફોટો પાડવાથી માનસિક વિકાસમાં સકારાત્મક સુધારો થાય છે. વાસ્તવમાં, જ્યારે તમે કેમેરાના લેન્સથી કોઈ દ્રશ્ય જુઓ છો, ત્યારે તમારું પૂરેપૂરું ધ્યાન તે જ ક્ષણ પર કેન્દ્રિત થઈ જાય છે. આનાથી મગજને બહારનાં તણાવ, ચિંતાઓ અને ડિજિટલ ઘોંઘાટથી રાહત મળે છે. માત્ર તસવીરો પાડવી જ નહીં, પરંતુ જૂની તસવીરો જોવાથી પણ મનને શાંતિ મળે છે. 'ફુજીફિલ્મ'ના એક સર્વેમાં ૮૦ ટકા લોકોએ માન્યું કે જૂની તસવીરો જોવાથી તેમને ખુશી, શાંતિ અને ચિંતામાંથી રાહત અનુભવાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તમારે કોઈ લાંબી ટ્રિપ પર જવાની જરૂર નથી. ઓફિસે જતી વખતે રસ્તામાં આવતી નાની-નાની સુંદર વસ્તુઓની તસવીરો લો. લંચ બ્રેકમાં ૧૫-૨૦ મિનિટની વોક પર નીકળો અને તમારી આસપાસનાં માહોલને કેમેરામાં કેપ્ચર કરો. નિયમિતપણે થોડા સમય માટે પણ

શકે છે.ફોટોગ્રાફી કરતી વખતે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી અંતર બનાવવાની તક પણ મળે છે. આનાથી વ્યક્તિ પોતાની આસપાસની દુનિયાને વધારે ધ્યાનથી જોવા અને અનુભવવા લાગે છે. રોજિંદી થોડી વારની આ રચનાત્મક પ્રવૃત્તિ તણાવ ઓછો કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરી શકે છે.

આ માત્ર યાદોને સાચવવાનું માધ્યમ નથી, પરંતુ પોતાને થોડી ક્ષણો આપવાની પણ એક રીત છે. નોંધનીય છે કે ભારતમાં વિઝ્યુઅલ કન્ટેન્ટનું બજાર ઝડપથી વધી રહ્યું છે અને દર વર્ષે ૨૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળી રહ્યો છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્રાન્ડ, ઓટીટી, ન્યૂઝ, લગ્નો, જાહેરાતો, આર્કિટેક્ચર અને વાઇલ્ડલાઇફ જેવા ક્ષેત્રોમાં ફોટોગ્રાફીની માંગ વધી છે.

ગાઝા સિટીમાં યુદ્ધથી નષ્ટ થયેલી ઇમારતો વચ્ચે એક ફૂટબોલ મેદાન જોવા મળ્યું.કાટમાળથી ઘેરાયેલાં આ મેદાનની તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું. ચારેય તરફ વિનાશ હોવા છતાં મેદાનની હરિયાળી આશા અને સામાન્ય દિવસો પાછા આવવાનો સંદેશ આપતી જોવા મળી.ફોટોગ્રાફી કરવી એ કળા અને માનસિક સ્વાસ્થ્ય માટે એક થેરાપી સાબિત થઈ