error: This Content is protected !!

આટકોટ અનૅ સરધારમાં આઠ કિમીના બૅ બાયપાસ સિક્સલેન માટે રૂ. 2500 કરોડના ખર્ચથી સરકારૅ નનૈયો ભણ્યો પુન સમીક્ષા કરવા આદેશ

જમીન સંપાદન અને રિકાર્પેટિંગનો ઓછો ખર્ચ થતો હોય તો નવા બે હાઈવેમાં વધુ કેમ DPR રદ કરી નવેસરથી અંદાજપત્ર બનાવવા આદેશ 

 

રાજકોટ ભાવનગર હાઈવે રોડને સિક્સ લાઈન બનાવવા સરધાર અને આટકોટમાં બે બાયપાસ રૉડ નિર્માણનો ખર્ચ વધુ થતો હોવાથી હાલ પૂરતો આ રોડ સ્થગિત રાખવા અને ફરી સર્વે કરવા જણાવ્યું રાજકોટથી આટકોટ થઈને ભાવનગર અને અમરેલી તરફ જતા અત્યંત વ્યસ્ત હાઈવે પર દૈનિક 27 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે. વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવા સરધાર અને આટકોટ પાસે બે સિક્સલેન બાયપાસ બનાવવા માટે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન R&B વિભાગ દ્વારા ₹,2500 કરોડનું તોતિંગ એસ્ટિમેટ મોકલવામાં આવ્યું હતું. આટલો મોટો ખર્ચ જોઈ રાજ્ય સરકારે નાણાકીય મંજૂરી અટકાવી દીધી છે અને સમગ્ર ડીપીઆર DPR તથા ટેન્ડરિંગ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવા કડક આદેશ આપ્યો છે રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર અને આટકોટ ખાતે

અસરગ્રસ્ત ખેડૂતોની જમીન કપાતા તેમને ₹,250 કરોડથી વધુનું વળતર આપવાનું આયોજન છે. આ ઉપરાંત, બંને બાયપાસ અને

રસ્તાના નિર્માણ માટે ₹2250 કરોડથી વધુનો ખર્ચ દર્શાવાયો હતો, રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. ડાભીએ જણાવ્યું હતું કે, આર.કે. યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીનો કુલ 45 કિલોમીટરનો માર્ગ સિક્સલેન બનાવવાનું આયોજન છે. જેમાં સરધાર અને આટકોટ ખાતે 8-8 કિમીના બે મોટા બાયપાસ બનશે, જેથી વાહનો ગામની અંદર ગયા વિના સીધા પસાર થઈ શકશે, પરંતુ 45 કિમી માટે ₹2500 કરોડનો ખર્ચ વધુ પડતો જણાતાં સરકારે સમગ્ર પ્રોજેક્ટની પુન સમીક્ષા કરવા સૂથના આપી છે.