error: This Content is protected !!

વિંછીયાના મોઢુકાની વીડી વિસ્તારમાં દુર્લભ ચિંકારા શિકાર કેસમાં બંધુક છરી દારૂગોળાની ડબ્બી સાથૅ બે શિકારી ઝડપાયા

વન કર્મીઓ ફાયરિંગ નો અવાજ સાંભળતા જ જંગલમાં દોડીયા બે બંદૂક સહિત શિકારનો સામાન કબજે

 

વિંછિયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં વન વિસ્તારમાં દુર્લભગણાતા ચિંકારા નરનો શિકાર કરવાના કેસમાં વન વિભાગે બે શખ્સોને ઝડપી લીધા છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ફાયરિંગનો અવાજ સંભળાતા વન વિભાગની ટીમે વોચ ગોઠવી બંને શખ્સોને ચિંકારા સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી દેશી બનાવટની એક મોટી અને એક નાની બંદૂક, છરી, છરા, ટોર્ચ, મોબાઇલ તથા દારૂગોળાની ડબ્બી મળી આવી હતી.

આ અંગે જસદણ રેન્જના ફોરેસ્ટ ઓફિસર જગાભાઈ આંબલીયા (ઉ.વ. 38)ની ફરિયાદના આધારે વિંછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંગાયો છે. ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વોચ ટાવર નજીક પહોંચતા ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ટીમ અવાજની દિશામાં પહોંચી ત્યારે સ્થળ પરથી જીજે-6-717 નંબરની બાઇક શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે આસપાસ વોચ ગોઠવી હતી. રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચ લઈને આવતા દેખાતા ટીમે તેમને કોર્ડન કરી ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સોએ પોતાના નામ મગન તળશી ખાવડીયા (33) અને વલ્લભ મકા કમેજળિયા (48), બંને રહે. મોઢુકા હોવાનું જણાવ્યું હતું. સ્થળ પરથી શિકાર કરાયેલા ચિંકારા નરનો મૃતદેહ અને શિકાર માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.