વીંછિયાના અજમૅર અનૅ છાછીયા ગામ પાસૅ પીકઅપ વાનની અડફેટે બાઈક ચાલકને પગમાં ફેક્ચર અકસ્માત સર્જી ચાલક ફરાર
વીંછિયા તાલુકાના અજમેર ગામ પાસૅ એક અસ્માતની ઘટના સામે આવી હતી વિંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા 35 વર્ષીય રવીભાઈ પોલાભાઈ ખાભલીયા પોતાનુ મોટરસાયકલ લઈને છાસીયા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન છાસીયા ગામે આરસીસી રોડ શરૂ થતા આશરે દસ મીટર આગળ પહોંચતા સામેની દિશામાંથી આવતી મહિન્દ્રા પીકઅપ ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન હંકારી રવીભાઈની મોટરસાયકલ સાથે ટક્કર મારી હતી.
અકસ્મતમાં રવીભાઈ બાઈક સાથે રોડ પર પટકાતા તેમના જમણા પગે ગંભીર ઈજા થઈ
હતી. જ્યારે ડાબા પગ સહિત નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. શરીરના અન્ય ભાગોમાં પણ અકસ્માત બાદ પીકઅપ ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને તેમના પરિચિતો એ તાબડતોબ રાજકોટની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમના જમણા પગમાં બે ફ્રેક્ચર હોવાનું જણાવી સળીયો નાખીને ઓપરેશન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે રવીભાઈ ખાંભલીયાએ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિન્દ્રા પીકઅપના ચાલક વિરુદ્ધ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી